science quiz 20 questions

 

વિજ્ઞાન ક્વિઝ 

૧ . વનસ્પતિ ના કયા ભાગ માં ખોરાક બને છે ?

જ. પર્ણ 

૨. પ્રાણી ઓ ખોરાક માટે શેનો ઉપયોગ કરે છે ?

જ. વનસ્પતિ પર આધાર રાખે છે અથવા કોઈ પ્રાણી  પર

૩. સજીવ ખોરાકમાંથી પ્રાપ્ત થતી શક્તિની મદદથી કઈ ક્રિયાઓ કરી શકે છે?

 જ. પાચન શ્વસન  અને ઉત્સર્જન જેવી ક્રિયાઓ કરી શકે છે . 

૪. ખરીફ પાક કોને કહે છે ?

જ. વરસાદ ની ઋતુ માં ઉગાડવામાં આવતા પાક ને ખરીફ પાક કહે છે. 

૫. ખરીફ પાક માં કયા કયા પાકનો સમાવેશ થાય છે ?
જ. ડાંગર , મકાઇ , સોયાબીન , મગફળી અને કપાસનો  ખરીફ  પાક માં સમાવેશ થાય છે. 

૬. રવિ પાક કોને કહે છે ?

જ. શિયાળા ની ઋતુ માં ઉગાડવામાં આવતા પાક ને રવિ પાક કહે છે 

૭. રવિ પાક માં કયા કયા પાક નો સમાવેશ કરવામાં આવે છે ?

જ. ઘઉ, ચણા , વટાણા , રાય અને અળસી રવિ પાક ના ઉદાહરણો છે . 

૮. સૂક્ષ્મ જીવો ને શેન વડે જોઈ શકાય છે ?

જ. બિલોરી કાચ અથવા સૂક્ષ્મદર્શક યંત્ર 

૯. સૂક્ષ્મ જીવો ને મુખ્ય કેટલા વિભાગો માં વહેંચી શકાય  ?

જ. ચાર 

૧૦. ઝાડા અને મલેરિયા કયા સૂક્ષ્મજીવ થી થાય છે ?

જ. પ્રજીવ 

૧૧. ટાઇફોઇડ અને ક્ષય કયા સૂક્ષ્મજીવ થી થાય છે ?

જ. બેક્ટેરિયા 

૧૨. પોલિયો અને અછબડા શેન દ્વારા ફેલાય છે ?

જ. વાયરસ 



૧૩. દહી બ્રેડ અને કેક બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?

જ. સૂક્ષ્મ જીવો નો ઉપયોગ 

૧૪. આલ્કોહોલ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ?

જ. સૂક્ષ્મ જીવ 

૧૫. સૂક્ષ્મ જીવો નો ઉપયોગ બીજે કયા થાય છે ?

જ. શાકભાજી ની છાલ , પ્રાણી અવશેષ , મળ ના વિઘટન માટે ,ઔષધ બનાવવા માટે , નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા 

૧૬. આથવણ કોને કહે છે ?

જ. ખાંડ માંથી આલ્કોહોલ બનવા ની પ્રક્રિયા ને આથવણ કહે છે . 

૧૭. કઈ એન્ટીબાયોટિક દવાઓમાં સૂક્ષ્મ જીવો નો ઉપયોગ થાય છે ?

જ. સ્ટ્રેપટોમાઇસીન , ટેટ્રાસાઇક્લિન, એરીથ્રોમાઇસીન 

૧૮. શીતળા ની રસી ની શોધ કોણે કરી હતી ?

જ. એડવર્ડ જેનર (૧૭૯૮ માં )

૧૯. ડેન્ગ્યુ રોગ શેના દ્વારા ફેલાય છે ?

જ. માદા એડિસ મચ્છર થી ફેલાય 

૨૦. પેશચુરાઈઝેશન ની પ્રક્રિયા કોણે શોધી હતી ?

જ. લૂઈ પાશ્ચર એ શોધ કરી હતી 

 


Comments